નાગરિકતા સુધારા કાયદો 2019ને લઈ પૂર્વોત્તર વિસ્તારમાં થઈ રહેલા વિરોધને આજે 9મો દિવસ છે આસામમાં આજે 9 કલાક માટે કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી છે આ સમયમાં લોકો સામાનની બજારમાંથી ખરીદી કરતા જોવા મળતા હતા ગઈકાલે કર્ફ્યુમાં છ કલાક માટે છૂટ આપવામાં આવી હતી દરમિયાન શનિવારે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમમાં એક અરજી દાખલ કરી છે ઓવૈસીએ નાગરિકતા કાયદો બંધારણનું ઉલ્લંઘન કરતો હોવાની રજૂઆત કરી છે <br /> <br />નાગરિકતા સુધારા વિધેયકને 9મી ડિસેમ્બરના રોજ લોકસભામાંથી અને 11મી ડિસેમ્બરના રોજ રાજ્યસભામાંથી મંજૂરી મળી હતી 12મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વિધેયક પર હસ્તાક્ષર કરતાં તે કાયદો બન્યો હતો આ કાયદાને લઈ પૂર્વોત્તરના રાજ્યોમાં મોટા પ્રમાણમાં પ્રદર્શન-હિંસા થઈ રહી છે