અહીયાપુરમાં દુષ્કર્મના પ્રયાસમાં નિષ્ફળ નિવડ્યા બાદ જીવતી સળગાવેલી પીડિતાએ સોમવારે રાતે 1140એ પટનાની અપોલો બર્ન હોસ્પિટલમાં દમ તોડી દીધો છે તે હોસ્પિટલમાં 10 ડિસેમ્બરથી દાખલ હતી 7મી ડિસેમ્બરે રાજા અને તેનો સાથે મુકેશે કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી તે 95% સળગી ગઈ હતી

પીડિતા દર્દીઓની સેવા કરવા માંગતી હતી

ભાસ્કર સાથેની અંતિમ વાતચીતમાં પીડિત યુવતીએ જણાવ્યું કે, ‘જે રીતે રાજા અને તેના સાથીએ મને જીવતી સળગાવી છે, એમ આ લોકોને ફાંસીની સજા મળવી જોઈએ હું બીએસસી નર્સિંગ કરીને દર્દીઓની સેવા કરવા માગું છું’ભાઈએ રડતા રડતા કહ્યું- બહેનના હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે એક પરિવારજને ભાસ્કરની ઓફિસમાં ફોન કરીને જણાવ્યું કે, પોલીસ રાતે જ પોસ્ટમાર્ટમ કરાવવા માટેનું દબાણ કરી રહી હતી આ પહેલા સોમવારે દિવસે દરમિયાન જ તેની હાલત લથડી હતી ડોક્ટર તેને જીવીત રાખવા માટે વારંવાર પમ્પ કરી રહ્યા હતા

છેલ્લા ત્રણ વર્ષથી હેરાનગતિથી પરેશાન યુવતી અને તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં પાંચ વખત ફરિયાદ કરી હતી પણ તેનું કોઈએ સાંભળ્યું નહીં પોલીસે તેને ઊંધી સલાહ આપતા કહ્યું કે, આરોપીના પરિવાર સાથે પંગો ન લેશો હેરાનગતિથી માંડી જીવતી સળગાવવા અને સારવારથી માંડી મોત સુધી બેદરકારી રાખવામાં આવી છે ઘટના બાદ પણ પોલીસે FIRમાં હેરાનગતિ અથવા દુષ્કર્મના પ્રયાસનો કેસ નહોતો કર્યો હેરાનગતિની કલમ લગાવવા માટે ગત ગુરુવારે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી