Surprise Me!

રાપરમાં વર્ષો જૂની પાણીની ટાંકીઓને મશીનથી ખેંચીને તોડી પડાઈ

2019-12-17 213 Dailymotion

રાપર: શહેરમાં પીવાના પાણીની વર્ષો જૂના જર્જરિત પાણીની ટાંકીઓ આજે રાપર નગરપાલિકા દ્વ્રારા રાજ્ય સરકારના આદેશ મુજબ તોડી પડાઈ હતી એક 40 વર્ષ જૂની અને બીજી ભૂંકપમાં જર્જરિત થયેલી ટાંકીઓને નીચેથી અડધી તોડીને ત્યારબાદ ટાંકીઓને મજબૂત દોરડા દ્વારા હાઈડ્રોલિક મશીનથી ખેંચીને તોડવામાં આવી હતી <br />રાપરના નગાસર તળાવ ખાતે આવેલી 40 વર્ષ જૂની ટાંકી કે જે શહેરને ભૂકંપ વખતે બહુ ઉપયોગી થઈ હતી પણ કેટલાક વર્ષોથી સાવ જર્જરિત હાલતમાં ઊભી હતી જેને તોડી પડાઈ હતી જ્યારે ભૂકંપ પહેલા જ નવી બનેલી આથમણા નાકા વિસ્તારમાં આવેલી અને શંકર વાડી, તકિયા વાસ, સમાં વાસ,નવાપરા વિસ્તાર વગેરેને અગાઉ પાણી પુરું પાડતી પણ ભૂકંપ અને નગરપાલિકાની બેદરકારી અને યોગ્ય સમારકામના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી સાવ જર્જરિત થયેલી ટાંકીને પણ તોડી પડાઈ હતી આજે નગરપાલિકા પ્રમુખ ગંગાબેન આર સિયારીયાની સૂચનાથી અને રાજ્ય સરકારના આદેશથી બંને વિસ્તારના રહીશોને દૂર ખસેડીને મેઈન રસ્તાઓ બ્લોક કરીને ટાંકીઓ તોડી પડાઈ હતી

Buy Now on CodeCanyon