Surprise Me!

રેલવેને નુકસાન પહોંચાડનારને ગોળી મારી દેવી જોઈએ - રેલવે રાજ્યમંત્રી

2019-12-18 807 Dailymotion

નાગરિકતા કાયદાના વિરોધમાં દેખાવકારો રેલવેને નિશાન બનાવી રહ્યાં છે તેને જોતા રેલવે રાજ્યમંત્રી સુરેશ અઘાડીએ કહ્યું કે કોઈ પણ રેલવેની સંપતિને નુકસાન પહોંચાડશે તો તેને જોતાની સાથે જ ગોળી મારી દેવી જોઈએ મંગળવારે કર્ણાટકના હુબલીમાં થયેલા કાર્યક્રમમાં અઘાડીએ દેખાવો દરમિયાન થયેલી હિંસા માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યો તેમણે કહ્યું કે વિપક્ષો સરકારી સંપતિને નુકસાન પહોંચાડી રહ્યાં છે, તેમણે આ બાબતે આત્મમંથન કરવાની જરૂર છે <br /> <br />દેખાવકારો દ્વારા ટ્રેન સળગાવવા અને સ્ટેશન પર તોડફોડને લઈને આઘાડીએ કહ્યું કે રાજ્યોના મુખ્યમંત્રીઓને કહેવા માંગુ છું કે તેઓ રેલવેને નિશાન બનાવનારાઓની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરે જેવી સરદાર વલ્લભાઈ પટેલે હૈદરાબાદના વિલય દરમિયાન કરી હતી દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલના નેતૃત્વમાં જ નિઝામ અને તેની સેનાએ સરન્ડર માટે મજબૂર થવું પડ્યું હતું

Buy Now on CodeCanyon