Surprise Me!

11 વર્ષ બાદ 4 આતંકી દોષિત જાહેર, બ્લાસ્ટમાં 71 લોકો મોતને ભેટ્યા હતા

2019-12-18 1,706 Dailymotion

અહીંની સ્પેશ્યલ કોર્ટે બુધવારે જયપુર સિરીયલ બ્લાસ્ટ કેસમાં 4 આતંકીઓને દોષિત જાહેર કર્યા છે એક આરોપી શહબાજ હુસૈનને પુરાવા ન હોવાના કારણે છોડી મુકાયો હતો મે 2008ના રોજ પરકોટેમાં 8 અલગ અલગ સ્થળે બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 71 લોકોના મોત થયા હતા, અને 185 લોકો ઘાયલ થયા હતા <br /> <br />કોર્ટે મોહમ્મદ સૈફ, સૈફુર્રહમાન,સરવર આઝમી અને મોહમ્મદ સલમાનને હત્યા, રાજદ્રોહ અને વિસ્ફોટક અધિનિયમ હેઠળ દોષિત જાહેર કર્યા છે શુક્રવારે કોર્ટ તેમની સજા પર નિર્ણય સંભળાવી શકે છે કેસમાં કુલ 13 લોકોને પોલીસે આરોપી ગણાવ્યા હતા 3 આરોપી હજુ સુધી ફરાર છે અને 3 હૈદરાબાદ તથા દિલ્હીની જેલમાં બંધ છે બાકીના બે આરોપી દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા

Buy Now on CodeCanyon