સુપ્રીમ કોર્ટ નિર્ભયા ગેંગ રેપના આરોપી અક્ષયની પુનઃવિચારણા અરજી ફગાવી દીધી છે હવે અક્ષયને પણ અન્ય ત્રણ દોષિતોની જેમ જ ફાંસીની સજા આપવાાં આવશે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મામલે પુન:વિચારણા કરવાનો કોઈ અર્થ જ નથી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી દોષી અક્ષયના વકીલે દયાની અરજી કરવા માટે ત્રણ સપ્તાહનો સમય માંગ્યો હતો જે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહનો સમય માન્ય રાખ્યો છે <br /> <br /> <br /> <br />નિર્ભયાના પિતાએ કહ્યું કે,સમગ્ર દેશની નજર આ કેસ પર છે દોષિતોને વહેલા ફાંસી અપાઈ હોત તો દેશમાં આવી ઘટનાઓ ઓછી થાત જ્યારેનિર્ભયાની માતાએ જણાવ્યું કે,એક ડગલું ન્યાયની નજીક પહોંચ્યા છીએ સાત વર્ષ લડાઈ લડી છે, હવે લાગે છે કે દોષિતોને ફાંસી થશેનિર્ભયાને હવે ન્યાય મળશે