Surprise Me!

નિર્ભયાના માતાએ કોર્ટમાં રડીને કહ્યું, કોર્ટને માત્ર દોષિતોના અધિકારની ચિંતા, અમારી નહીં

2019-12-18 1 Dailymotion

નિર્ભયા કેસમાં અક્ષય, પવન, વિનય અને મુકેશને દયા અરજીને દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય મળ્યો છે પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ પર બુધવારે તેની સુનાવણી કરી અને તિહાર જેલ વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા કે દોષિતોને એક અઠવાડિયાની નોટિસ જાહેર કરે આ ચૂકાદા પર કોર્ટમાં ઉપસ્થિત નિર્ભયાના માતા આશાદેવી રડી પડ્યાં તેમણે કહ્યું કે કોર્ટને માત્ર દોષિતોના અધિકારોની ચિંતા છે, અમારા અધિકારોની નહીં <br /> <br />સુપ્રીમ કોર્ટમાં મૃત્યુની સજા પર અક્ષયની પુનર્વિચાર અરજી રિજેક્ટ થયા બાદ ડેથ વોરંટ પર પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી હવે કોર્ટ 7 જાન્યુઆરીએ ડેથ વોરંટ પર નિર્ણય કરશે અક્ષયના વકીલ એપીસિંહે કહ્યું કે અમે આજે અથવા કાલે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરીશું અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલીશું

Buy Now on CodeCanyon