Surprise Me!

ખંભાળિયા ગામે 3 દીકરીને કૂવામાં ફેંકી હત્યા કરી GRD જવાને ગળેફાંસો ખાધો

2019-12-18 965 Dailymotion

ભેસાણ:ભેસાણના ખંભાળિયા ગામે જીઆરડી(ગ્રામ રક્ષક દળ) જવાન રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવા લઇ જવાના બહાને વાડીએ લઇ ગયો હતો અહીં પોતાની ત્રણ દીકરીઓને એક પછી એક એમ ત્રણેયને કૂવામાં ફેંકી દીધી હતી આથી ડૂબી જવાથી ત્રણેય દીકરીના મોત નીપજ્યા હતા બાદમાં પિતાએ ઝેરી દવા પીધી હતી, પરંતુ દવા પીધા પછી કોઇ અસર ન થતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે ઘટનાની જાણ થતાં જ ભેસાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા 15 દિવસ પહેલા જ ચોથી દીકીરીનો જન્મ થયો હતો પરંતુ તે તેની માતા પાસે જીવિત છે પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને કારણે આવું પગલું ભર્યાનું બહાર આવ્યું છે પરંતુ સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

Buy Now on CodeCanyon