સુરતઃ વલસાડ જિલ્લાના પારનેરા ગામ ખાતે આવેલી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થી નિનવેશ વાઘમારેએ શાળાના કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો નિનવેશના આપઘાતના સ્થળ નજીક એક બાંકડો આવેલો છે જયાં નિનવેશના ચપ્પલ મળી આવ્યા છે અને તેની સાથે છોકરીના પણ ચપ્પલ મળ્યા છે જયારે ક્લાસરૂમના બ્લેક બોર્ડમાં લખાયેલા આઈ એમ સોરી પહેલા એક હાર્ટનું નિશાન કર્યું છે જેને પગલે નિનવેશના આપઘાતમાં પ્રેમ પ્રકરણ પણ જવાબદાર હોવાનું અનુમાન છે જેથી પોલીસે હત્યાની શંકા અને પ્રેમ પ્રકરણ સહિતના મુદ્દા પર તપાસ હાથ ધરી છેઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે