સુરતઃઅડાજણ પાલ આરટીઓ ત્રણ રસ્તા પર જાહેરમાં આવેલું બેંક ઓફ બરોડાનું એટીએમ તોડવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો જો કે આરોપી રૂપિયા લઈને નાસે તે અગાઉ જ પોલીસના હાથ ઝડપાઈ ગયો હતો પોલીસે એટીએમ ચોરીની કોશિષ અને નુકસાનીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે <br /> <br />પોલીસ સ્ટેશનથી મળતિ વિગતો મુજબ ડુમસ રોજ પર આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરતાં મૂળ નેપાળના વતની મહેશ શ્રીરામજતન બીરાજે યાદવ (ઉવઆ 22)ના એ આરટીઓ ત્રણ રસ્તા પર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમને રેકી કરી નીશાને લીધું હતું રાત્રીના 12 વાગ્યા આસપાસ એટીએમ તોડતી વખતે એક હુટર મુંબઈની ઓફિસમાં વાગ્યું હતું જેથી સીસીટીવી વગેરે મેઈન્ટેન્સનું કામ કરતીં કંપનીએ સુરતના પોતાના કર્મચારીને આ અંગે જાણ કરી હતીજેથી તાત્કાલિક પેટ્રોલિંગ કરતી પોલીસ શંકાસ્પદ હિલચાલના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી લીધો હતો