રાજકોટ: દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સતત બીજે વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાંયા ગુમાવેલી 22 વહાલુડી દીકરીઓના શાહી લગ્નોત્સવ કરાયા હતા રવિવારે મુખ્યમંત્રી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સિઝન્સ હોટેલમાં જાજરમાન લગ્નોત્સવમાં બેન્ડવાજા, વિન્ટેજ કારનો કાફલો, ભાતીગળ સંસ્કૃતિથી મઢેલા લગ્નમંડપ સહિતની બાબતો આકર્ષણનું કેન્દ્ર બની હતી દીકરીઓને ફૂલો અને શણગારેલી ડોલીમાં બેસાડીને મંડપ સુધી લઇ જવાઈ હતી ભૂપતભાઈ બોદરના યજમાન પદે દીકરીઓ માટે ગોવા પ્રવાસ યોજાશે તેમજ દરેક દીકરીઓને 25 હજારની ફિક્સ ડિપોઝીટ કરાવી આપી હતી