Surprise Me!

અમરેલીઃ મજૂરને 500 મીટર સુધી ઢસડી ફાડી ખાનાર માનવભક્ષી સિંહ પાંજરે પુરાયો

2019-12-23 3,994 Dailymotion

અમરેલી: દલખાણીયા રેન્જના કરમદડી બીટમાં આવેલા જીરા ગામમાં ખેત મજૂર કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉવ55) કુદરતી હાજતે ગયો હતો પરંતુ અચાનક પાછળથી આવેલા સિંહે ગળાના ભાગેથી દબોચી 500 મીટર સુધી ઢસડી જઇ ફાડી ખાધો હતો ઠંડીને કારણે ઓઢેલી શાલ લોહીથી લથબથ મળી આવી હતી તેમજ મજૂરનું પેન્ટ પણ લોહીના ડાઘ સાથે મળી આવ્યું હતું ઘટનાસ્થળે લોહીથી ભરેલા ખાબોચીયા જોવા મળ્યા હતા મજૂરનો મૃતદેહ વાડીથી થોડે દૂર મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા જ વન વિભાગ દોડી ગયું હતું અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહની શોધખોળ હાથ ધરી હતી બાદમાં આ માનવભક્ષી સિંહને બેભાન કરી પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી

Buy Now on CodeCanyon