પશ્વિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મંગળવારે એમએની ડિગ્રી લીધા બાદ નાગરિકતા કાયદા(CAA)ની નકલ ફાડી દીધી હતી ઈન્ટરનેશનલ રિલેશનની વિદ્યાર્થીની દેબોસ્મિતા ચૌધરીએ કહ્યું કે, આ મારો વિરોધ કરવાની પદ્ધતિ છે મેં આવું એટલા માટે કર્યું કારણ કે સંશોધિત નાગરિકતા કાયદો દેશના સાચા નાગરિકને તેમની નાગરિકતા સાબિત કરવાની ફરજ પાડે છે