Surprise Me!

તીડથી થયેલા નુકસાનના વળતર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના સાંસદની બોલાચાલી

2019-12-25 2,940 Dailymotion

પાલનપુર:પાકિસ્તાન અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશેલા તીડના ઝૂંડે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ગુરુવારે રાજસ્થાન તરફથી તીડનું 10 કિમી વિસ્તારમાં ફેલાયેલું વધુ એક વિશાળ ઝૂંડ બનાસકાંઠામાં ઘૂસ્યું છે ત્યારે તેનાથી હજારો હેક્ટર ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીંતિ છે ત્યારે આજે થરાદ તાલુકામાં તખુવા ગામે સ્થાનિક ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદ તીડ પ્રભાવિત વિસ્તારની મુલાકાતમાં એક જગ્યાએ ભેગા થઈ ગયા હતા વાતચીતથી શરૂ થયેલો મામલો ઉગ્ર બોલાચાલી સુધી પહોંચ્યો હતો ખેડૂતોને તીડના આક્રમણથી થયેલા નુકસાન અપાવવા બાબતે બે નેતાઓ સામસામે આવી જતા લોકોના ટોળા ઉમટ્યા હતા

Buy Now on CodeCanyon