સુરત:દેશમાંનાગરિકતા કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે આ કાયદાના વિરોધમાં હિંસક પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ વિરોધ અને સમર્થન વચ્ચે 20 વર્ષ પહેલા પાકિસ્તાનમાં પ્રતાડિત થઈને સુરત આવેલા એક સિંધિ પરિવારને આ કાયદાને કારણે ભારતીય નાગરિકતા મળવાની આશા બંધાઈ છે 10 સભ્યોના પરિવારમાં સાત મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે આ પરિવારને હવે કાયમી ભારતીય નાગરિકતા મળવાની શક્યતાથી તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી રહી છે