પાલનપુર:પાકિસ્તાન અને રાજસ્થાનથી પ્રવેશેલા તીડોએ બનાસકાંઠાના થરાદના ગામોમાં તરખાટ મચાવ્યો છે ત્યારે તીડોને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારના તીડ નિયંત્રણ વિભાગની 19 ટીમો બનાસકાંઠામાં દોડી આવી છે તમામ ટીમો દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરીને તીડોનો સફાયો કરવામાં આવી રહ્યો છે જેને પગલે ઠેરઠેર તીડોના ઢગલાં થયેલા જોવા મળી રહ્યા છે
