ભરૂચ:ભરૂચના ભારતીનગર રો હાઉસમાં કીચડના ઊંડા ખાડામાં ગાય ફસાઇ ગઇ હતી જીવદયા પ્રેમીઓએ ગાયનું રેસ્ક્યૂ કરીને સલામત બહાર કાઢી હતી <br />10 મીનીટમાં કીચડમાં ફસાયેલી ગાયને બહાર કાઢી <br />ભરૂચના જેબીમોદી પાર્ક નજીક આવેલા ભારતીનગર રો હાઉસમાં ફરતી એક ગાય કીચડમાંથી પસાર થઇ રહી હતી, તે સમયે ગાય ફસાઈ ગઈ હતી આ અંગે સ્થાનિક રહીશોએ ગાયને કીચડમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળતા આખરે જીવદયા પ્રેમીઓ અને કામધેનુ ગૌરક્ષા સમિતિના લાઈફ વોર્ડન આશિષ શર્મા, અનિલ મહેતા, નિલેશભાઈ અને હિરેનભાઈને જાણ કરી હતી માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક સ્થળ ઉપર પોહોંચીને 10 મીનીટમાં કીચડમાં ફસાયેલી ગાયને સહી સલામત બહાર કાઢીને જીવ બચાવી લેતા સ્થાનિક રહીશોએ ખુબ આભાર માન્યો હતો <br /> <br />(અહેવાલઃ પ્રકાશ મેકવાન, ભરૂચ)