Surprise Me!

સમર્થ એપાર્ટમેન્ટમાં આગ, નેપાળી પરિવારના બે બાળકના મોત, પિતા બાળકોને રૂમમાં લોક કરીને ગયા હતા

2019-12-27 420 Dailymotion

રાજકોટઃબિગ બજારની પાછળ આવેલા સમર્થ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી જેમાં નેપાળી પરિવારના ત્રણ વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે જેમાંથી બાળકી 95 ટકા દાઝી ગઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું છે એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી આ દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ રહેવાસીઓ ભાગી ગયા છે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે મહત્વનું છે કે, આ આગમાં ઇલેક્ટ્રિક રૂમના સામાન સહિત 380 લાખ રૂપિયા રોકડા બળીને ખાખ થઈ ગયા છે ત્યારે આ મામલે યોગ્ય પોલીસ તપાસની માગ સાથે મોટી સંખ્યામાં નેપાળી પરિવારો સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યાં છે

Buy Now on CodeCanyon