Surprise Me!

વડોદરાના ત્રણ વર્ષના કવિરે બાસ્કેટ બોલ બાઉન્સિંગમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું

2019-12-28 394 Dailymotion

વડોદરાઃ શહેરના ત્રણ વર્ષના ટાબરીયાએ બાસ્કેટ બોલ બાઉન્સિંગમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે એક મિનીટમાં 231 બાસ્કેટ બાઉન્સિંગમાં રેકોર્ડ્સ સ્થાપનાર કવિર સુતરીયા ભવિષ્યમાં સ્પોર્ટ્સમાં પોતાની કારકીર્દી બનાવવાની ઇચ્છા ધરાવે છે શહેરના સમા-સાવલી રોડ ઉપર રહેતો કવિર દિપેનભાઇ સુતરીયા ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલનમાં નર્સરીમાં અભ્યાસ કરે છે કવિર તેની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને વિકરીસ સ્પોર્ટ્સના નામે એકેડમી ચલાવતા રિષભભાઇ પટેલ પાસે તાલિમ લઇ રહ્યો છે બોસ્કેટ બાઉન્સિંગની સાથોસાથ તે એથલેટિક્સ, બેડમિન્ટન અને બાસ્કેટ બોલ પણ રમી રહ્યો છે કવિર અભ્યાસ બાદ મળતા સમયમાં મોબાઇલ, ટીવી જોવામાં પોતાનો સમય ન વેડફતા બાસ્કેટ બોલ લઇને ઘરમાં પ્રેક્ટીસ કરી રહ્યો છે

Buy Now on CodeCanyon