Surprise Me!

શ્રીનગરમાં શનિવારે સીઝનનો સૌથી ઠંડો દિવસ,મધ્ય પ્રદેશમાં ‘સીવિયર કોલ્ડ ડે’ની ચેતવણી

2019-12-28 3,901 Dailymotion

દેશના ઉત્તરી અને પૂર્વી ભાગમાં સતત ઠંડી વધી રહી છે રાજસ્થાનના 5 શહેરોમાં શુક્રવારે તાપમાન શૂન્ય નીચે પહોંચી ગયું છે પંજાબ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે દિલ્હીમાં શનિવારે લઘુત્તમ તાપમાન 24 સેલ્સિયલ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું જ્યારે લોધી રોડ પરનું તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ઠંડીના કારણે ઝરણું જામી ગયું હતું <br /> <br />હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિત ઉત્તરી રાજસ્થા અને ઉત્તર પ્રદેશમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા જણાવી છે જ્યારે બિહાર અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ‘સીવિયર કોલ્ડ ડે’ની ચેતવણી આપવામાં આવી છે અહીં તાપમાન સામાન્યથી 5-8 ડિગ્રી નીચે આવી શકે છે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયમાં તળેટીના વિસ્તાર, પૂર્વી મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સામાં ‘કોલ્ડ ડે’ની શક્યતા છે

Buy Now on CodeCanyon