Surprise Me!

કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલી બે દુકાનમાં ચોરી, તસ્કરો CCTVમાં કેદ

2019-12-28 860 Dailymotion

સુરતઃ કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલી બે દુકાનમાં ચોરીની ઘટના બની છે બે દુકાનમાંથી તસ્કરો કુલ 58 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરીની આ ઘટના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે <br /> <br />કતારગામ ખાતે રહેતા અશોક કુમાર પુરોહિત કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે ખેતેશ્વર ટોય્ઝ એન્ડ પરફ્યુમ એન્ડ બેલ્ટ કોર્નર નામની દુકાન ધરાવે છે તેઓની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી અને તસ્કરો દુકાનમાં શટર ઉંચા કરી પ્રવેશ કરી 56 હજારની રોકડની ચોરી કરી હતી જ્યારે તેઓની બાજુમાં આવેલી આશિષ શર્માની આત્મીય હોઝયરીને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ આ દુકાનમાંથી 2 હજાર રોકડની ચોરી કરી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે જેમાં બે ઈસમો ચોરી કરતા નજરે ચડે છે આ ઘટના બાદ દુકાન માલિકોએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે હાલ વધુ તપાસ કતારગામ પોલીસ કરી રહી છે

Buy Now on CodeCanyon