Surprise Me!

ટેક્સાસ રાજ્યમાં ફોર્ટ વર્થ પાસે ચર્ચમાં ગોળીબાર,બે લોકોના મોત, એકની હાલત ગંભીર

2019-12-30 683 Dailymotion

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ફોર્ટ વર્થ પાસે ચર્ચમાં ગોળીબાર થયો છે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ત્રીજી વ્યક્તિની સ્થિતિ ખૂબ ગંભીર છે પોલીસના જણાવ્યા પ્રમાણે જે ત્રણ લોકોને ગોળી વાગી છે તેમાંથી એક હુમલાખોર હોવાની શંકા છે જોકે અધિકારીઓ દ્વારા ઘટના વિશેની કોઈ માહિતી આપવામાં આવી નથી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સાક્ષીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, એક સિક્યુરિટી ગાર્ડનો હુમલાખોર સાથે ઝઘડો થયો હતો અને ઘટનામાં તેનું પણ મોત થયું છે ચર્ચના કાર્યકર્તા એલ્ડર માઈક ટિનિયસે જણાવ્યું કે, ગાર્ડે બધાની રક્ષા માટે બંદૂકધારી હુમલાખોરનો વિરોધ કર્યો હતો <br /> <br />ઘટના પછી ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટે મૃતકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે, પૂજા સ્થળ પવિત્રતા જાળવવા માટે હોય છે હું ચર્ચના તે લોકોનો આભાર માનુ છુ જેમણે હુમલાખોર પર તુરંત નિયંત્રણ મેળવી લીધુ અને અન્ય લોકોને મરતા બચાવ્યા

Buy Now on CodeCanyon