નવા વર્ષ નિમીતે નવા આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે બુધવારે નેશનલ વાર મેમોરિયલ પહોંચ્યા હતા અહીંયા તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આ દરમિયાન આર્મી ચીફે દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, સેનાના જવાનો દેશને સુરક્ષિત રાખશે, અમે દેશની સુરક્ષા પર આંચ નહીં આવવા દઈએ તો બીજી તરફ સેના પ્રમુખપદ પરથી રિટાર્યડ થયા બાદ બિપિન રાવત આજે સવારે CDS તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે જનરલ રાવતે પદ ભાર સંભાળ્યા બાદ કહ્યું કે,‘CDS તરીકે મને એક મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે ત્રણેય સેનાઓએ સાથે મળીને કામ કરવાનું છે અમે એક એવી ટીમની જેમ કામ કરીશું જે 1+1+1+ બરાબર 3 નહીં,પણ 5 અને 7 હશે’તેમના રાજકીય નમતા વલણ અંગે પણ રાવતે કહ્યું કે, અમે સત્તામાં હાજર સરકારના આદેશો પર કામ કરીએ છીએ, પણ રાજકારણથી જેટલું બને તેમ દૂર રહીએ છીએ
