નવા વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરાયેલા વીડિયો થકી દેશવાસીઓેને 2020નું વર્ષ ભવ્યાતિભવ્ય હોય તેવી શુભકામનાઓઆપી છે યુવા સિંગર દ્વારા કમ્પોઝ કરાયેલા આ ગીતને તેમણે પહેલા ટ્વિટર પર રિટ્વિટ કરીને લખ્યું હતું કે સુંદર સંકલન! 2019ની અમારી સિદ્ધીઓને સરસ રીતે આ ગીતમાંસાંકળી લેવાઈ છે આશા છે કે 2020માં ભારતને બદલવામાં અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે લોકોના પ્રયત્નોને ચાલુ રાખી શકીશું <br /> <br />‘દેખો પકડો જા રહા હૈ ઉન્નીસ, નયે જોશ કે સાથ દેખો આ રહા હૈ બીસ ’શબ્દો સાથે જ દેશ અને સરકારની અનેક સફળતાઓને વણી લેવાઈ છે અનેક યૂઝર્સે પણ જોશસભરઆ ગીતના વખાણ કર્યા હતા