આણંદ:આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્ર દ્વારા નાવલી સીમમાં ઘાસચારા ફાર્મ ચલાવવામાં આવે છે આ ફાર્મ પર આધુનિક મશીનથી ઘાસ કટીંગ કરવામાં આવે છે સાથે સાથે સ્થાનિક મહિલાઓ અને મજુરોને પણ કામ પર રાખવામાં આવે છે આજે સવારે 9 વાગ્યાના અરસામાં ઘાસચારાનું કટીંગ મશીન ચાલી રહ્યું હતું ત્યારે એક મહિલા નજીકમાં કામ કરતી હતી તેની સાડી ભરાતા મહિલા પણ મશીનમાં ખેંચાઈ ગઈ હતી જેથી મોંનો ભાગ ચગદાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવને લઈને સ્થાનિક મજુરોએ ભારે હોબાળો મચાવ્યો હતો
