પાલનપુર: પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ બોકા પશ્ચિમ બંગાળમાં શહીદ થયા છે તેમના પાર્થિવ દેહને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો સવારે સાત વાગ્યે અમદાવાદથી તેમના નશ્વર દેહને બાય રોડ ખોડલા ગામ લઈ જવાયો હતો તેમના નશ્વર દેહને માનભેર ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાશે દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓનર અપાશે
