અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારના કાશી વિશ્વનાથ મંદિર પાસે ઇનોવા કાર એક ફ્લેટની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો કાચ ચાલક નશાની હાલમાં હતો ચાલકે નવી નકકોર કાર સહિત અન્ય ત્રણ વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે જોકે અકસ્માત મોડી રાત્રે થયો હતો જેથી કોઇને જાનહાનિ પહોચી નથી સ્થાનિકોએ કાર ચાલકને પકડી ખોખરા પોલીસને હલાવે કરી દીધો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે