ઓસ્ટ્રેલિયા માટે ત્રીજા ક્રમે બેટિંગ કરતો અને ગયા વર્ષે ટેસ્ટમાં હાઈએસ્ટ રન કરનાર માર્નસ લબુશેન (Marnus Labuschagne)ના નામનો ઉચ્ચાર તેના સાથી ખેલાડીઓથી લઈને ક્રિકેટ પંડિતો તમામને ગોથા ખવડાવે છે તેણે અત્યાર સુધીમાં 14 ટેસ્ટમાં 6363ની એવરેજથી 1400 રન કર્યા છે જેમાં એક બેવડી સહિત ચાર સદીનો સમાવેશ થાય છે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ડેબ્યુ વખતે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેના નામનો ઉચ્ચાર કઈ રીતે કરવો તે જણાવવામાં આવે છે માર્નસની સફળતાના લીધે ફરી એકવાર ક્રિકેટ ફ્રેટર્નીટી તેના નામના ઉચ્ચાર અંગે ચર્ચા કરવા લાગી છે તે મૂળ સાઉથ આફ્રિકાનો છે અને જણાવે છે કે તેના નામના બે સાચા ઉચ્ચાર છે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શેર કરેલા વીડિયોમાં તેના સાથી ખેલાડીઓ નામનો સાચો ઉચ્ચાર કરવાનો પ્રયાસ કરે છે
આરોન ફિન્ચ: લા-બુ-શાને
બિલી સ્ટેનલેક: લાર-બુ- શને
ક્રિસ લિન: લા-બુ-શાને
પેટ કમિન્સ: લાર-બુ- શેગ-ની
પીટર હેન્ડકોમ્બ: લા-બુ-શક-ની
નેથન લાયન: લૂઝ-બસ- ચેન્જ
જોશ હેઝલવુડ: લૂઝ-બસ- ચેન્જ

વીડિયોમાં માર્નસે કહે છે કે, મારી પત્નીએ નામનો ઉચ્ચાર કઈ રીતે કરવો તે અંગે સરળ રીત જણાવી છે જેમ શેમ્પેન હોય છે, તેમ લબુશેન તે પરફેક્ટ પ્રનાઉનશિયેશન છે