Surprise Me!

સ્વિગી બોય નીકળ્યો ગાંજાનો સપ્લાયર, ફૂડની આડમાં નશીલા પદાર્થનું વેચાણ

2020-01-05 94 Dailymotion

મધ્ય પ્રદેશની પલાસિયા પોલીસે એક એવા ડ્રગ પેડલરને ઝડપ્યો છે જે ઓનલાઈન ફૂડ ડિલીવરી કરતી કંપની સ્વિગીનો ડિલીવરી બોય બનીને ગાંજો સપ્લાય કરતો હતોપોલીસે આ શખ્સ પાસેથી સાત કિલો જેટલો ગાંજાનો જથ્યો મળ્યો હતો જેની કિંમત અંદાજે 90 હજાર રૂપિયા જેટલી થાય છે આરોપી જ્યારે સ્વિગી કંપનીની બેગમાં આ જથ્થો સંતાડીને તેને ગ્રાહક સુધી પહોંચાડવા જતો હતો ત્યારે પોલીને તેને પકડી લીધો હતો <br />પોલીસે બાતમીના આધારે જ 25 વર્ષીય ઓમપ્રકાશને રંગેહાથ ઝડપ્યો હતો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે તે આ ગાંજો અનિલ નામના કોઈ શખ્સને આપવાનો હતો જેના કમિશન પેટે તેને 20 હજાર રૂપિયા પણ મળવાના હતા આરોપી પોતાને સ્વિગી કંપનીનો ડિલીવરી બોય જ ગણાવે છે પોલીસના કહેવા મુજબ તે સ્વિગી કંપનીની બેગમાં એટલે જ ગાંજો સપ્લાય કરતો હતો જેથી તે પોલીસની નજરમાં ના આવી જાય પોલીસે આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે જેથી આખા રેકેટના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળે

Buy Now on CodeCanyon