દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયાના જંગલમાં ચાર મહિનાથી ભીષણ આગ લાગી છે સરકારે સિઝનમાં ત્રીજી વખત કટોકટીની જાહેરાત કરી છે તેવામાં ભારતીય મૂળના કંવલજીત સિંહ અને તેમના પત્ની કમલજીત કૌર ઓસ્ટ્રેલિયામાં આગથી પ્રભાવિત થયેલા લોકોને મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે આ દંપતિ પૂર્વ વિક્ટોરિયાના બર્ન્સડેલ વિસ્તારમાં ‘દેસી ગ્રિલ’રેસ્ટોરાં ચલાવે છે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી આગની ઘટનાથી આ વિસ્તારમાં રહેનારા સેકડો લોકો બેઘર થઈ ગયા છે આ લોકોએ મેલબર્નમાં આવેલા ચેરિટી શીખ વોન્લેટિયર્સ ઓસ્ટ્રેલિયાના અસ્થાઈ છાવણીઓમાં શરણ લીધી છે દંપતી અને તેના કર્મચારી કઢી-ભાત બનાવીને આ NGOને આપે જેનાથી આ બેઘર લોકોને જમવાનું મળે છે આ ઉપરાંત અનેક શીખ યુવાનો પણ શક્ય તેટલો ફાળો અને ફૂડ એકઠું કરીને બેઘર લોકો સુધી પહોંચાડી રહ્યા છે