Surprise Me!

ડ્રોન દ્વારા આમીર ખાનનો પીછો કરીને રેસ સિક્વન્સ શૂટ કરાઈ, અનેક ચાહકો જોવા ઉમટ્યા

2020-01-06 1,164 Dailymotion

પોતાની ફિલ્મ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે આમિર ખાન શનિવાર એટલે કે 4 જાન્યુઆરીથી હિમાચલ પ્રદેશના રામપુર અનેકિન્નૌરમાં છે તે હેલિકોપ્ટરથી શિંગલા હેલિપેડ પર ઉતર્યો હતો હેલિકોપ્ટરમાંથી ઉતર્યાં બાદ તરત જ આમિર ખાને ચાહકોનું અભિવાદન કર્યું હતું આમિરે થોડીવાર માટે ચાહકોને મળીને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી રવિવારે કિન્નૌરના તરાંડા ઢાંકમાં આ સુપર સ્ટારે કેટલીક સિકવન્સ શૂટ કરી હતી જ્યાં આમિર ખાનને ડ્રોન દ્વારા ફોલો કરીને આખી રેસ સિક્વન્સ શૂટ કરાઈ હતી <br />આમિર ખાનને જોવા માટે અનેક ચાહકો પણ અહીં ઉમટ્યા હતા ભારે સુરક્ષા અને જવાનોની સતત બાજ જેવી નજર વચ્ચે પણ કેટલાક ફેન્સે લીધેલા વીડિયોઝ અને ફોટોઝ પણ વાઈરલ થવા લાગ્યા છે તેમાં જોવા મળતો આમિરનો લૂક પણ લોકોને પસંદ આવી રહ્યો છે ‘લાલ સિંહ ચઢ્ઢા’એ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિંદી રિમેક છે જેને માટે આમિરે પણ દાઢી અને મૂંછો વધારીને પોતાનો લૂક સાવ બદલી નાખ્યો છે

Buy Now on CodeCanyon