Surprise Me!

શખ્સે આગમાંથી બચાવ્યું તો બચ્ચાએ પગ પકડી લીધા, વાઈરલ થતા વીડિયોનું આ છે સત્ય

2020-01-07 49 Dailymotion

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગે અનેક લોકોને બેઘર તો અનેક પક્ષી-પ્રાણીઓને રઝળતાં પણ કરી દીધાં છે સોશિયલ મીડિયામાં આગના કારણે પ્રભાવિત થયેલા વન્યજીવોના ફોટોઝ અને વીડિયોઝ જોઈને અનેક યૂઝર્સના પણ દિલ પીગળી ગયા હતા આ બધામાં સૌથી વધુ ધ્યાન જો કોઈ વીડિયોએ ખેંચ્યું હોય તો આગમાંથી બચાવનાર શખ્સના પગ પકડી લીધા રીંછના બચ્ચાએ જેવા અનેક ઈમોશનલ કેપ્શન સાથે ફરી રહેલા આ વીડિયોએ ટ્વિટર પર જૂલી મેરી નામની યૂઝરે શેર કરેલો આ વીડિયો જોઈને અનેક યૂઝર્સે પણ ઈમોશનલ થઈને પ્રતિક્રિયાઓ આપી હતી આ વીડિયો એટલો બધો વાઈરલ થયો કે દેશ અને દુનિયાનાં અનેક વેબ પોર્ટલે પણ તેની સ્ટોરી બનાવીને શેર કર્યો હતો <br /> <br />જો કે, અમે આની તપાસ હાથ ધરી તો આ ઈમોશનલ વીડિયોની અલગ જ હકીકત સામે આવી હતી જૂલીએ જે દાવા સાથે આ વીડિયો શેર કર્યો હતો તેમાં સહેજ પણ સત્ય નહોતું આ વીડિયો 2019ની ઓસ્ટ્રેલિયાની આગનો હોવાનો કોઈ પણ જાતનો પૂરાવો અમારા હાથ લાગ્યો જ નહોતો કિવર્ડના આધારે જ્યારે અમે વધુ તપાસ હાથ ધરી તો આ વીડિયો પણ 9 વર્ષ જૂનો એટલે કે વર્ષ 2011નો હોવાનું સામે આવ્યું હતું સાથે જ એ પણ જાણવા મળ્યું હતું કે આ શખ્સે જે તે સમયે તેનો બચાવ પણ નહોતો કર્યો આ વીડિયો બંને વચ્ચેની નિર્દોષ રમતિયાળ ક્ષણોનો છે તમને જણાવી દઈએ કે આ વીડિયો 2011ના વર્ષથી આજ સુધીમાં અનેક લોકોએ અનેક અલગ અલગ પ્રકારના દાવાઓ સાથે દર વર્ષે શેર પણ કરેલો છે એટલે કહી શકાય કે ઓસ્ટ્રેલિયાની આગમાંથી બચાવેલા રીંછના બચ્ચાના નામે વાઈરલ થઈ રહેલો આ ઈમોશનલ વીડિયો વાસ્તવમાં વર્ષ 2011નો છે

Buy Now on CodeCanyon