પાટણ: ગઈકાલથી રાજ્યમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે અમદાવાદ ખાતે શરૂ થયેલા પતંગોત્સવ રાજ્યના વિવિધ શહેરો અને કચ્છ સફેદ રણ જેવા વિસ્તારોમાં યોજાવાનો છે તેમાં વિદેશમાંથી મોટી સંખ્યામાં પતંગબાજો આવ્યા છે ત્યારે રાજ્યભરમાં વિવિધ સ્થળે પણ પતંગોત્સવ યોજાઈ રહ્યા છે અને યોજાવાના છે તેમાં ભાગ લેનાર કેટલાક વિદેશી પતંગબાજો પાટણની રાણકી વાવની મુલાકાતે ગયા હતા પાંચ દેશોના ડેલિગેશને રાણકી વાવના શિલ્પ સ્થાપત્યો અને કોતરણીઓ જોઈને મંત્રમુગ્ઘ થયા હતા