દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારેય દુષ્કર્મીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે હવે જો સુપ્રીમ કોર્ટ કે રાષ્ટ્રપતિ દ્વારા આ મામલે રોક નહીં લાગે તો 22જાન્યુઆરીને સવારે7 વાગે તિહાર જેલમાં તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવશે ડેથ વોરન્ટ પછી ફાંસી આપવા સુધીની પ્રક્રિયા અને અન્ય કેસમાં ફાંસીની સજા કેટલી યોગ્યછે તે મુદ્દે ભાસ્કર ગ્રૂપે મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ આઈજી (જેલ) મીરાં બોરવણકર સાથે ખાસ વાતચીત કરી હતી આ મામલે મીરાં બોરવણકર સાથે વાત કરવાનું એક ખાસ કારણ એપણ છે કે- મીરા દેશનાં એક માત્ર એવાં ઓફિસર છે જેમણે છેલ્લા 8 વર્ષમાં થયેલી 2 ફાંસીનો અમલ કરનાર ટીમનું નેતૃત્વ કર્યું છે મીરાની ટીમે 21 નવેમ્બર 2012માં આતંકીઅજમલ કસાબ અને 30 જૂલાઈ 2015ના રોજ યાકૂબ મેમણને ફાંસીના ફંદે લટકાવ્યો હતો આ ભૂતપૂર્વ આઈજીએ જણાવ્યું હતું કે ડેથ વોરંટ પછી ફાંસી આપવાની આખી <br />પ્રક્રિયામાં 15 દિવસ જેટલો સમય થાય છે આ આખી પ્રોસેસ કાયદાકિય રીતે પણ અત્યંત પેચીદી હોય છે તો સાથે જ આ એક્સક્લૂઝિવઈન્ટરવ્યૂમાં એ પણ જોઈ લો કે શું દરેકરાજ્યમાં ફાંસીની પ્રક્રિયા સરખી હોય છે કે અલગ અલગ? શું ભારતમાં ફાંસીની સજા હોવી જોઈએ? અને કસાબને બિરયાની ખવડાવવાનું સત્ય શું છે?જેવા અનેક સવાલો પરતેમણે આપેલા તર્કબદ્ધ જવાબો