Surprise Me!

વલસાડ નજીક ST બસના ડ્રાઈવરને ખેંચ આવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ, મહિલા ઈજાગ્રસ્ત

2020-01-11 1 Dailymotion

સુરતઃ વલસાડ નજીક પારનેરા મુકુંદ ઓવરબ્રિજ પાસે બીલીમોરા-દમણ એસટી બસના ડ્રાઈવરને ખેંચ આવતા બસ ડિવાઈડર ચડી ગઈ હતી ત્યારબાદ હાઇવે ઉપર લાગેલા પોલ સાથે બસની ટક્કર લાગતા બસ ડિવાઈડર ઉપર ઉભી રહી ગઈ હતી ડ્રાઈવરને ખેંચ આવી હોવાની યાત્રીઓને જાણ થતાં યાત્રીઓ ગભરાઈ ગયા હતા જેથી બસમાં બેસેલા ICDSના કર્મચારી મહિલાએ ચાલુ બસે કૂદી ગયા હતા જેથી તેમને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઈવર અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા

Buy Now on CodeCanyon