Surprise Me!

ઈરાનમાં સરકાર વિરોધી ઉગ્ર દેખાવો, ટ્રમ્પે કહ્યું- અમે લોકોની સાથે

2020-01-12 1,482 Dailymotion

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઈરાનના લોકોને કહ્યું કે, તે તેમની સાથે છે અને દેખાવો પર નજર રાખી રહ્યા છે ઈરાને 8મી જાન્યુઆરીના રોજ યૂક્રેનનું વિમાન તોડી પાડ્યું હતું ઈરાને શનિવારે સ્વીકાર્યું હતું કે તેમની સેનાએ ભૂલથી યૂક્રેનના મુસાફરી વિમાનને નિશાન બનાવી દીધું હતું સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં માણસની ભૂલ(હ્યમૂન એરર)હોવાનું કહેવાયું હતું આ ઘટના બાદથી ઈરાનમાં સેકડો લોકો સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે <br />ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, ઈરાનના બહાદૂર અને લાંબા સમયથી પીડિત લોકો સાથે હું મારા કાર્યકાળના શરૂઆતથી જ ઊભો છું, મારું પ્રશાસન તમારી સાથે છે બીજી બાજુ ઈરાનના વિદેશ મંત્રાલયે શનિવારે ઘણી ઈરાની ઓદ્યોગિક કંપનીઓ અને અધિકારીઓ પર અમેરિકા દ્વારા લગાવાયેલા પ્રતિબંધોની નિંદા કરી છે શુક્રવારે અમેરિકાએ ઈરાકમાં અમેરિકન સેના પર તેમના મિસાઈલ હુમલાના જવાબમાં કાર્યવાહી કરી ઈરાન પર વધારે પ્રતિબંધ લગાવ્યા હતા

Buy Now on CodeCanyon