Surprise Me!

રાજકોટના 17માં રાજવીની તિલકવિધિમાં 3 હજાર ક્ષત્રિય મહિલાઓનો તલવાર રાસનો વર્લ્ડ રેકોર્ડ થશે

2020-01-12 1,427 Dailymotion

રાજકોટ:રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા હવે રાજા બનશે તેઓની રાજકોટ રાજ્ય પરિવારના 17માં રાજવી તરીકેની રાજતિલક વિધિ પૂરી આન, બાન અને શાનથી જાન્યુઆરી માસના અંતે સંપન્ન થશે અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે દેશના અન્ય રાજ્યોના રજવાડાં અને ગુજરાતના રાજવી પરિવાર તેમજ સંતો-મહેતો, અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સમારોહ થશે 27થી 29 જાન્યુઆરી સુધી આ સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે આ અંગે આજે રણજીત વિલાસ પેલેસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં યુવરાણી કાદમ્બરીદેવી દ્વારા વિગત આપાવમાં આવી હતી 28 જાન્યુઆરીએ સવારે 10 વાગે 3 હજાર ક્ષત્રિય મહિલાઓ તલવાર રાસ રજૂ કરશે જેની નોંધ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે

Buy Now on CodeCanyon