Surprise Me!

કચ્છ ટેન્ટસિટીમાં દેશ-વિદેશના પ્રવાસીઓએ ઉત્તરાયણ ઉજવી

2020-01-15 240 Dailymotion

ધોરડો: કચ્છના અફાટ સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ સફેદ રણમાં વચ્ચે બનાવેલી ટેન્ટસિટી ખાતે ઉત્તરાયણ ઉજવાઈ હતી ટેન્ટસિટીમાં દિવસભર અહીં આવેલા દેશ-વિદેશના પ્રવાસીઓએ ‘કાઈપો છે’ની બૂમો પાડીને તેમજ પતંગ ચગાવીને મન ભરીને પતંગોત્સવ માણ્યો હતો ધોરડો ટેન્ટસિટી ખાતે પ્રવાસીઓ માટે મકરસંક્રાંતિને યાદગાર બનાવવા આ આયોજન કરવામાં આવ્યું હતુંખાસ કરીને સંગીતની વ્યવસ્થા અને રંગબેરંગી પતંગોએ પ્રવાસીઓનું મન મોહી લીધી હતું નાના ભુલકાંઓથી લઈને મોટેરાઓ સુધી સૌ પતંગ ઉડાવ્યા અને કાઈપો છે ની બૂમો પાડતા જોવા મળ્યા હતા જોકે, પ્રવાસીઓએ ઉત્તરાણની ઉજવણીમાં ખૂબ ઓછો ભાગ લીધો હોવાનું સામે આવ્યું હતું લોકોએ સફેદ રણમાં ફરવાને વધારે મહત્વ આપ્યું હોય તેવું લોકોની હાજરી પરથી લાગતું હતું

Buy Now on CodeCanyon