પશ્ચિમ બંગાળના બેરકપુર શહેરના રહેવાસી સુબીર ખાને ફેસબુક પર હાર્મોનિયમની સાથે સોન્ગ ગાતો વીડિયો પોસ્ટ કર્યો છે સુબીર ખાને આ વીડિયો પોસ્ટ કરતીવખતે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે માત્ર ત્રણ દિવસમાં વીડિયો એટલો બધો વાઇરલ થશે કે તેને 22 લાખથી પણ વધારે લોકો જોશે જી હા, આ વાત સાચી છે આવીડિયોમાં સુબીર ખાનને શ્વાને પણ સાથ આપ્યો છે, તેને લીધે તે એટલો વાઇરલ થઇ રહ્યો છે સુબીર ખાન હિમેશ રેશમિયાની ‘હેપ્પી, હાર્ડી અને હીર’ ફિલ્મનું ‘તેરી મેરીકહાની’ સોન્ગ ગાયું હતું આ સોન્ગની સિંગર ઇન્ટરનેટ સેન્સેશન રાનુ મોંડલ છે
