રાજકોટઃ જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડોના સૂત્રને સાર્થક કરી સંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના બસો વર્ષ પૂર્ણ થયા છે જેથી અન્નક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજથી મોરારીબાપુની રામકથા સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં સેંકડો ભાવિકો ઉમટી પડનાર હોવાથી તડામાર તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે