Surprise Me!

મોડાસાના સાયરાની યુવતીના મોત કેસમાં DGP શિવાનંદ ઝાએ CID ક્રાઈમને તપાસ સોંપી SIT રચી

2020-01-19 2 Dailymotion

અમદાવાદઃમોડાસા તાલુકાના સાયરા ગામની યુવતિ પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટના મુદ્દે ચાલી રહેલા આંદોલન અને પોલીસની કામગીરી પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે રાજ્ય પોલીસવડાએ આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવાનો હુકમ કર્યો છે સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે આ કેસની તપાસ કરી રહેલી મોડાસા ટાઉન પીઆઈ એનકેરબારીને સસ્પેન્ડ કર્યા છે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે આ ઘટનામાં ત્રણની ધરપકડ કરાઈ છે પીડિતાનું પોસ્ટમોર્ટમ પાંચ ડોક્ટરની પેનલથી ફોરેન્સીક મેડીસીન પૃથક્કરણના આધારે કરાયું છે ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને સીઆઇડી ક્રાઇમને તસાપ સૌપી SITની રચના કરાઈ છે

Buy Now on CodeCanyon