રાજકોટ: રાજકોટ રાજ્યના 17માં રાજવી તરીકે યુવરાજ માંધાતાસિંહ જાડેજાની રાજવી ઠાઠથી રાજ તિલક વિધિ યોજાશે આ મહોત્સવ 27 જાન્યુઆરીએ શરૂ થશે અને 30 જાન્યુઆરીએ સમાપન થશે ચાર દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટનો ઇતિહાસ કેવો રહ્યો છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે ઠાકોર સાહેબ મહેરાણજી બીજાએ ઇસ 1720માં માસુમખાન સામેના યુધ્ધમાં વિરગતિ પામ્યા અને રાજકોટનું નામ માસુમાબાદ પણ થયું હતું રણમલજી પહેલાએ અને એમના ભાઇઓએ ઇસ1732માં માસુમખાનને હરાવી રાજકોટનું નામ પુનઃ સ્થાપિત કર્યું