દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં લાગ્યો છે ત્યારે સેનાના જવાનો સરહદે વિપરીત પરિસ્થિતિઓ છતાં દેશની સુરક્ષામાં તહેનાત છે ભારત-તિબેટ પોલીસ (આઇટીબીપી)ના જવાનોની આ તસવીર તેનો જ એક પુરાવો છે આઇટીબીપીના જવાનો ઉત્તર લદ્દાખમાં ભારત-ચીન સરહદે આશરે 17હજાર ફૂટની ઊંચાઇ અને માઇનસ 30 ડિગ્રી ઠંડીમાં તહેનાત છે જ્યાં ઓક્સિજનનું સ્તર પણ બહુ જ ઓછું થઇ જાય છે બર્ફીલા પવન અને હાડ થીજાવતી ઠંડી પણ તેમનો જુસ્સો તોડી શકતા નથી તેના કારણે જ તેમને ‘હિમવીર’ કહેવામાં આવે છે તેઓ પોતાની દરેક સવારની શરૂઆત રાષ્ટ્રધ્વજ સાથે કરે છે આઇટીબીપીની સ્થાપના 24 ઓક્ટોબર 1962ના રોજ થઇ હતી આઇટીબીપીના જાંબાજ દુર્ગમ ભારત-ચીન-નેપાળની આશરે 2115 કિમી લાંબી સરહદે તહેનાત છે તેઓ હિમાલય વચ્ચે 9000થી 19,000 ફૂટની ઊંચાઇ પર તહેનાત હોય છે 4 પલટનથી શરૂ થયેલા આઇટીબીપી પલટનની સંખ્યા 45 થઇ ગઇ છે
