સુરતઃઔદ્યોગિક શહેર સુરતના ઉદ્યોગો માટે લાંબા સમયથી કાર્ગો ટર્મિનલ વિકસાવવાની માગ કરવામાં આવી હતી જે માંગ આજે પુરી થઈ છે અને કાર્ગો ટર્મિનલ ખુલ્લું મૂકવામાં આવ્યું 2800 ચોમીટર વિસ્તારમાં બનેલા કાર્ગો ટર્મિનલ પ્રોજેક્ટને લઈને શહેરના વેપાર-ઉદ્યોગને મોટી રાહત થઈ છે સુરત એરપોર્ટમાં 2800 ચોમીટર વિસ્તારમાં કાર્ગો ટર્મિનલ પ્રોજેક્ટ હાથ ધરાયો છે જે પૈકી 1400 ચો મીટર વિસ્તારમાં કાર્ગો ટર્મિનલનું બાંધકામ કરવામાં આવ્યું છે આ કાર્ગો ટર્મિનલ હાલમાં ડોમેસ્ટિક કક્ષાનું રહેશે અને ત્યાંથી ડોમેસ્ટિક કક્ષાના પાર્સલની અવર-જવર રહેશે આ સુવિધાથી સ્થાનિક ટેક્સ્ટાઇલ, ડાયમંડ સહિતના ઉદ્યોગો તથા ખેતીવાડી ઇન્ડસ્ટ્રીને મોટી રાહત થશે ડોમેસ્ટિક સ્તરે વિવિધ ગુડ્ઝ મોકલી શકાશે