Surprise Me!

51 બ્રાહ્મણોનો 51 જળ,100 ઔષધિઓ,14 પ્રકારની માટીથી માંધાતાસિંહનો અભિષેક, ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

2020-01-29 2,781 Dailymotion

રાજકોટ:રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો આજે ત્રીજો દિવસ છે ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે સાથોસાથ રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપી રહ્યા છે મુખ્ય યજમાન પદે માંધાતાસિંહ અને તેમના પતિની કાદમ્બરીદેવી છે તેમજ 51 બ્રાહ્મણો દ્વારા 51 તીર્થોથી આવેલા જળ અને 100 ઔષધિઓ દ્વારા માંધાતાસિંહનો અભિષેક કરવામાં આવ્યો હતો ગઇકાલે એક વર્લ્ડ રેકોર્ડ થયા બાદ આજે પણ વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે 51 બ્રાહ્મણો દ્વારા અભિષેકનો ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે રેકોર્ડ માટે લંડનથી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી છે

Buy Now on CodeCanyon