ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં આવેલા સિકંદરપુર અફઘાન ગામમાં વધી ગયેલા વાનરોના ત્રાસથી મુક્તિ મેળવવા માટે કેટલાક યુવકોએ જે અનોખો જૂગાડ કર્યો હતો તેટોક ઓફ ધ ટાઉન બન્યો હતો ગામમાં પાંચ હજારની જનસંખ્યા છે તો તેની સામે કપિરાજોની સંખ્યા 10 હજારની થઈ ગઈ હતી માણસો કરતાં વાંદરાઓની સંખ્યા વધી જતાંજ ગામમાં અવારનવાર વાંદરા પણ માણસો પર હુમલા કરવા લાગ્યા હતા આજ સુધીમાં અંદાજે 150 જેટલા બાળકો વાંદરાના હુમલામાં ઘાયલ થયા છે ગામવાળાઓ જ્યારેઆ ત્રાસથી છૂટકારો મેળવવા માટે વનવિભાગ પાસે પહોંચ્યા તો ત્યાંથી બજેટ નહીં હોવાનું સાંભળવા મળ્યું હતું અંતે વનવિભાગે જે વચ્ચેનો રસ્તો નીકાળ્યો હતો તેમાં પણ એકવાંદરો પકડવા માટે ગામલોકોએ 300 રુપિયા આપવા પડે તેવી નોબત આવી ગઈ હતી કોઈ જ સરકારી મદદ ના મળતાં ગામના કેટલાક યુવકોએ 1700 રુપિયાના ખર્ચે રીંછનોપહેરવેશ ખરીદ્યો હતો જે તેઓ પહેરીને રોજ ગામમાં ત્રણ કલાક સુધી ચક્કરો મારે છે તેમના દાવા મુજબ વાંદરાઓ પણ હવે આ રીંછના જૂગાડને કારણે ગામમાંથી ભાગી રહ્યાછે