અમદાવાદ:ગુજરાતમાં ઘરે બેસેલા ઉમેદવારોને ડિગ્રી આપતી ચાર જેટલી કોલેજોને સીઆઈડી ક્રાઈમે ઝડપી પાડી છે આ મામલે સીઆઈડી ક્રાઈમ છેલ્લા બે વર્ષથી તપાસ કરતી હતી તેની સાથે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પણ તપાસ કરતી હતી સાથે જ તેણે ચારેય કોલેજોની માન્યતા રદ્દ ફાર્મસી એક્ટ 1948ના સેક્શન 13 મુજબ રદ્દ કરવાની નોટિસ આપી છે
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કઈ કોલેજો બંધ કરવા નોટિસ આપી
ઘરે બેઠા ઉમેદવારોને ડિગ્રી પધરાવતી ચાર ફાર્મસી કોલેજોને બંધ કરવા માટે ફાર્મસી કાઉન્સિલે નોટિસ આપી છે જેમાં, માલવા કોલેજ ઓફ ફાર્મસી ભટિંડા પંજાબ, સન રાઇઝ કોલેજ ઓફ ફાર્મસી તથા સન રાઈઝ યુનિવર્સિટી અલવર, જયપુર રાજસ્થાન, પેસેફિક કોલેજ ઓફ ફાર્મસી ઉદેપુર રાજસ્થાન અને પેસેફિક ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાર્મસી સામેલ છે
ચારેય કોલેજોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું
પંજાબ, રાજસ્થાનની ફાર્મસી કોલેજોએ એજ્યુકેશન રેગ્યુલેશન 1991 અને મિનિમમ ક્વોલિફિકેશન ફોર ટિચર્સ ઈન ફાર્મસી ઈન્સ્ટિટ્યુશન 2014નું ઉલ્લંઘન કર્યું હતું તમામ કોલેજોને આવતા શૈક્ષિણક વર્ષ 2020 અને 2021ના નવા એડમિશન ન આપવા માટે આદેશ કરી દેવાયો છે
ગુજરાતીઓને ઘેર બેઠા ડિગ્રી આપતી
પંજાબ અને રાજસ્થાનની ચારેય કોલેજો ગુજરાતી વિદ્યાર્થીઓને ઘેરબેઠા ડિગ્રીઓ આપતી હતી અને કૌભાંડ આચરતી હતી આ મામલે ગુજરાત ફાર્મસી કાઉન્સિલે ગુજરાત સીઆઈડી ક્રાઈમ અને ફાર્મસી કાન્સિલ ઓફ ઈન્ડિયાને ફરિયાદ કરી હતી જેને પગલે ચારેય કોલેજોની માન્યતા રદ્દ કરવા માટે ફાર્મસી કાન્સિલ ઓફ ઈન્ડિયાએ નોટિસ આપી છે