Surprise Me!

રાત્રે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગેસની દુર્ગંધ, GPCBની તપાસ

2020-01-30 439 Dailymotion

વડોદરાઃ બુધવારે રાત્રે સાડા નવ વાગ્યાથી શહેરના વિવિધ વિસ્તારોમાં વિચિત્ર દુર્ગંધ ફેલાતા શહેરીજનોને પરેશાન થવાનો વારો આવ્યો હતો ખાસ કરીને બહાર લટાર મારવા કે ફરવા નીકળેલા શહેરીજનોને માથુ ફાટી જાય તેવી આ દુર્ગંધથી અકળાયા હતા શહેરના ગોરવા, નિઝામપુરા, છાણીથી માંડીને કારેલીબાગ, હરણી-વારસિયા રિંગ રોડ સુધી આ વિચિત્ર વાસ ફેલાતા રાત્રે શહેરીજનોએ જીપીસીબીમાં ફરિયાદ કરી હતી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આરબીત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘ અંદાજે 10થી વધુ ટેલિફોનિક ફરિયાદો મળી છે અમે છાણી સ્થિત અધિકારીને આ દુર્ગંધના સોર્સની તપાસ કરવાની જવાબદારી પ્રાથમિકપણે આપી છે ગુરુવારે આ બાબતની સઘન તપાસ કરાશે’ ઉલ્લેખનીય છે કે, 2016-17માં પણ આ પ્રકારની વિચિત્ર દુર્ગંધ ફેલાઇ હતી ત્યારે કોઇ નક્કર સોર્સને પકડવામાં તંત્ર ફેઇલ ગયું હતું આવતીકાલથી પણ આવું જ કંઇક થશે, જે પ્રદુષણ ફેલાવે છે તે જીપીસીબી શોધી શકશે નહીં એવી ચર્ચા રાતે શહેરીજનોમાં ચાલી હતી

Buy Now on CodeCanyon