અમદાવાદ:શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કુંભાજીની ચાલીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો ચાર જેટલા શખ્સોએ ચાલીમાં પડેલા 20થી વધુ વાહનોમાં તલવાર અને લાકડા વડે તોડફોડ કરી હતી ચાલીના લોકો ભેગા થઇ જતા અસામાજિક તત્વોએ 'જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી પણ આપી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી મેઘાણીનગર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
