ઓટો એક્સ્પો 2020ની મીડિયા ઇવેન્ટના બીજા અને છેલ્લા દિવસે એટલે કે ગુરુવારે ઇવેન્ટમાં ભારે ભીડ જોવા મળી હતી આજે દિવસ દરમિયાન લગભગ 20 નવા વ્હીકલ્સ લોન્ચ થવાના છે, જેમાં સૌથી વધારે ભાર ટૂ-વ્હીલર્સ અને લક્ઝરી વ્હીકલ્સ પર છે આજે એક્સ્પોમાં મર્સિડીઝ બેન્ઝ, ફોક્સવેગન, હ્યુન્ડાઇ, મારુતિ સુઝુકી જેવી મોટી કંપનીઓના સ્ટોલમાં રોનક વધારે છે આવતીકાલથી આ એક્સ્પો 12 જાન્યુઆરી સુધી તમામ લોકો માટે ખુલ્લો રહેશે
